શું તમે પણ સરકારી નોકરીમાં છો અને દર મહિને વધતા ખર્ચ વચ્ચે પગાર પૂરતો નથી એવો અનુભવ કરો છો? પરિવારની જરૂરિયાતો, બાળકોના અભ્યાસના ખર્ચા, અને ઘરખર્ચ વચ્ચે બચત કરવી મુશ્કેલ બની જાય છે. આ પરિસ્થિતિમાં દરેક કર્મચારીને આશા હોય છે કે સરકાર કંઈક રાહત આપશે. તો હવે વાત કરીએ 8મા વેતન પંચ (8th Pay Commission) વિશે, જેની રાહ લાખો કર્મચારીઓ અને પેન્શનર્સ આતુરતાથી જોઈ રહ્યા છે.
તહેવારો પહેલા મળી મોટી રાહત
હાલમાં જ કેન્દ્ર સરકારે કર્મચારીઓ અને પેન્શનર્સને મોટી ખુશખબર આપી છે. DA (મોંઘવારી ભથ્થું) અને DR (મોંઘવારી રાહત) માં 3% નો વધારો મંજૂર કર્યો છે. આ વધારાથી હવે ભથ્થું 55% થી વધીને 58% થઈ ગયું છે.
સરકારના આ નિર્ણયથી લગભગ 1.2 કરોડ લોકોને સીધી રાહત મળશે. જેમાંથી 49.2 લાખ સરકારી કર્મચારી અને 68.7 લાખ પેન્શનર્સનો સમાવેશ થાય છે. તહેવારોની સીઝનમાં આ વધારો ખરેખર લોકોને થોડી શાંતિ આપશે.
8મા વેતન પંચ પર શું છે અપડેટ?
હવે સૌની નજર છે 8મા વેતન પંચ પર. જાન્યુઆરી 2025માં સરકારે તેની જાહેરાત કરી હતી, પરંતુ હજુ સુધી Terms of Reference (ToR) નક્કી થયા નથી. ToR નક્કી થતા જ પંચ સત્તાવાર રીતે રચાશે અને કર્મચારીઓના હિતમાં ચર્ચા શરૂ થશે.
સામાન્ય રીતે આ પ્રક્રિયા લગભગ 18 મહિનાનો સમય લે છે. એટલે કે, કર્મચારીઓને થોડી રાહ જોવી પડશે.
વિશેષજ્ઞોના અંદાજ પ્રમાણે આ વખતે પંચનો ફિટમેન્ટ ફેક્ટર 1.8 થી 2.46 વચ્ચે હોઈ શકે છે. એટલે કે, કર્મચારીઓનો પગાર 14% થી 34% સુધી વધી શકે છે.
કરોડો પરિવારોને ફાયદો
જો 8મા વેતન પંચની ભલામણો અમલમાં આવે છે, તો તેનો સીધો ફાયદો કરોડો પરિવારોને થશે. માત્ર કર્મચારીઓ જ નહીં, પરંતુ પેન્શનર્સ માટે પણ આ મોટું ગિફ્ટ સાબિત થઈ શકે છે.
એક સરકારી કર્મચારીના શબ્દોમાં કહીએ તો – “અમારો પગાર જો મોંઘવારીની સાથે નથી વધતો, તો ઘરની જરુરિયાતો પૂરી કરવી ખૂબ મુશ્કેલ બની જાય છે. આ વેતન પંચ અમારે માટે નવી આશા છે.”