આધાર કાર્ડ અપડેટ કરાવવું થયું મોંઘું: હવે આપવા પડશે આટલા રૂપિયા

શું તમારું Aadhaar Card Update કરાવવાનું બાકી છે? જો હા, તો હવે તમને આ કામ માટે પહેલાં કરતા વધુ રૂપિયા ચૂકવવા પડશે. UIDAI (Unique Identification Authority of India) દ્વારા જાહેર કરવામાં આવેલા નવા નિયમો મુજબ આધાર કાર્ડમાં ડેમોગ્રાફિક, બાયોમેટ્રિક અને ડોક્યુમેન્ટ અપડેટ કરવા માટેની ફી 1 ઓક્ટોબર 2025 થી વધારી દેવામાં આવી છે. આ નવી ફી 30 સપ્ટેમ્બર 2028 સુધી લાગુ રહેશે અને ત્યારબાદ ફરી સમીક્ષા કરવામાં આવશે. Aadhaar Card Update charge

ડેમોગ્રાફિક અપડેટ માટે 75 રૂપિયા, બાયોમેટ્રિક માટે 125 રૂપિયા

હવે આધારધારકોને પોતાના આધાર કાર્ડમાં નાનું મોટું બદલાવ કરાવવા વધુ ખર્ચ કરવો પડશે.

ડેમોગ્રાફિક અપડેટ (જેમ કે નામ, સરનામું, જન્મ તારીખ, મોબાઈલ નંબર અથવા ઈમેઇલ) → હવે 75 રૂપિયા. અગાઉ આ 50 રૂપિયા હતું.

બાયોમેટ્રિક અપડેટ (ફિંગરપ્રિન્ટ, આંખની સ્કેનિંગ અથવા ફોટો બદલાવ) → હવે 125 રૂપિયા. UIDAI અનુસાર આ 2028 પછી 150 રૂપિયા પણ થઈ શકે છે.

ડોક્યુમેન્ટ અપડેટ (POI અથવા POA સબમિટ કરવું) → myAadhaar પોર્ટલ પર 14 જૂન 2026 સુધી ફ્રી રહેશે, પરંતુ એનરોલમેન્ટ સેન્ટર પર આ માટે હવે 75 રૂપિયા ચૂકવવા પડશે.

આધાર પ્રિન્ટ આઉટ (eKYC અથવા QR કોડ દ્વારા) → પહેલું 40 રૂપિયા અને બીજું 50 રૂપિયા.

બાળકો માટે મફત અપડેટની સુવિધા

UIDAIએ બાળકો માટે ખાસ રાહત આપી છે જેથી તેમની સમયસર બાયોમેટ્રિક અપડેટ થઈ શકે.

  • 5 થી 7 વર્ષ સુધીના બાળકોનું પહેલું બાયોમેટ્રિક અપડેટ ફ્રી છે.
  • 7 થી 15 વર્ષ સુધીના બાળકો માટે લાગતો 125 રૂપિયાનો ચાર્જ 30 સપ્ટેમ્બર 2026 સુધી માફ કરવામાં આવ્યો છે.
  • 15 થી 17 વર્ષ સુધીના કિશોરોનું પહેલું બાયોમેટ્રિક અપડેટ ફ્રી છે.
  • આ પગલું એ માટે લેવામાં આવ્યું છે કે બાળકોની બાકી રહેલી અપડેટિંગ ઝડપથી પૂરી થઈ શકે.
  • ઘરેથી આધાર અપડેટ કરાવશો તો લાગશે 700 રૂપિયા
  • ઘણા લોકો એનરોલમેન્ટ સેન્ટર સુધી પહોંચી શકતા નથી. આવી સ્થિતિમાં UIDAI હવે ઘરેથી સેવા આપશે. પરંતુ તેનો ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે.
  • એક વખત ઘર પર વીઝિટ માટે 700 રૂપિયા (GST સહિત) લાગશે.

જો એક જ સરનામે અનેક લોકો સેવા લેતા હોય તો પ્રથમ વ્યક્તિથી 700 રૂપિયા લેવામાં આવશે અને બાકીના દરેક સભ્યથી ફક્ત 350 રૂપિયા લેવામાં આવશે.

આધારધારકો માટે શું અર્થ છે આ નવા નિયમોનો?

આધાર હવે આપણા જીવનનો મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયો છે. બેંક એકાઉન્ટ ખોલવું હોય, સબસિડી લેવી હોય કે સરકારી યોજનાઓનો લાભ લેવા હોય – આધાર વગર કંઈ શક્ય નથી. પરંતુ હવે આધાર અપડેટ કરાવવાનો ખર્ચ વધારાયો છે.

1 ઓક્ટોબર 2025થી લાગુ થયેલા આ નવા નિયમો મુજબ, ડેમોગ્રાફિક, બાયોમેટ્રિક અને ડોક્યુમેન્ટ અપડેટ માટે તમારે પહેલાં કરતા વધારે રૂપિયા આપવા પડશે. હા, બાળકો માટે કેટલીક છૂટછાટ છે, પરંતુ મોટા ભાગના લોકો માટે ખર્ચ વધ્યો છે. એટલે જો તમારે આધાર કાર્ડ અપડેટ કરાવવાનું હોય, તો આ નવા ચાર્જ ધ્યાનમાં રાખવો જરૂરી છે.

Leave a Comment