GPSC રાજ્ય કર નિરીક્ષક ભરતી 2025 મોટી ભરતી આવો મોકો ફરીવાર નહી આવે જલ્દી કરો

જો તું પણ સરકારી નોકરીના સપના સાથે મહેનત કરી રહ્યો છે ને વારંવાર નિરાશ થતો હોય, તો આ વખતે થંભી જા. કેમ કે GPSC દ્વારા રાજ્ય વેરા નિરીક્ષક (State Tax Inspector – STI) ભરતી 2025 જાહેર થઈ ગઈ છે. કુલ 323 જગ્યાઓ માટે જાહેરાત આવી છે અને જો તું ગ્રેજ્યુએટ છે તો ફોર્મ ભરી શકે છે.

સરકારી નોકરી એ ફક્ત એક પગાર નથી, એ પરિવાર માટે સુરક્ષા છે, સમાજમાં સન્માન છે અને તારી મહેનતનું સાચું ફળ છે. આ ભરતી એ જ મોકો છે જે તને નવી દિશા આપી શકે છે.

GPSC STI Bharti 2025: ભરતીની મુખ્ય માહિતી

વિગતમાહિતી
ભરતી સંસ્થાગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)
પોસ્ટનું નામરાજ્ય વેરા નિરીક્ષક (STI) – વર્ગ 3
કુલ જગ્યાઓ323
લાયકાતકોઈપણ વિષયમાં ગ્રેજ્યુએટ
પગાર₹49,400/- ફિક્સ (પ્રથમ 5 વર્ષ)
અરજીનો પ્રકારઓનલાઈન
છેલ્લી તારીખ17 ઓક્ટોબર, 2025
સત્તાવાર વેબસાઇટgpsc.gujarat.gov.in

કેટલા ઉમેદવારો માટે કેટલી જગ્યાઓ?

  • બિન અનામત (General): 139 જગ્યાઓ
  • આર્થિક રીતે નબળા વર્ગ (EWS): 25 જગ્યાઓ
  • SEBC: 85 જગ્યાઓ
  • SC: 23 જગ્યાઓ

ST: 51 જગ્યાઓ
કુલ: 323 જગ્યાઓ

લાયકાત (Eligibility)

  • સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક ડિગ્રી હોવી જોઈએ.
  • ગ્રેજ્યુએશન ફાઈનલ વર્ષના વિદ્યાર્થીઓ પણ ફોર્મ ભરી શકે છે, પરંતુ મુખ્ય પરીક્ષા પહેલા પાસ થવાનો પુરાવો આપવો પડશે.
  • ગુજરાતી અથવા હિન્દી ભાષાનું જ્ઞાન આવશ્યક.
  • કમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન હોવું ફરજિયાત.

વય મર્યાદા

  • 20 થી 35 વર્ષની વચ્ચે.
  • અનામત વર્ગો, મહિલા, દિવ્યાંગ અને માજી સૈનિક ઉમેદવારોને સરકારના નિયમ મુજબ વયમાં છૂટછાટ મળશે.

પગાર ધોરણ

પસંદગી થયા પછી ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ માટે ₹49,400/- પ્રતિ માસ ફિક્સ પગાર મળશે.
ત્યારબાદ સરકારના નિયમ મુજબ સંપૂર્ણ પગારનો લાભ મળશે.

અરજી ફી

  • સામાન્ય વર્ગ: ₹100 + પોસ્ટલ/ઓનલાઈન ચાર્જ
  • અનામત વર્ગ, મહિલા, દિવ્યાંગ અને માજી સૈનિક: ફી નથી

મહત્વપૂર્ણ તારીખો

  • ઓનલાઈન અરજી શરૂ: 3 ઓક્ટોબર, 2025
  • છેલ્લી તારીખ: 17 ઓક્ટોબર, 2025
Official NotificationClick Here
Apply OnlineClick Here

Leave a Comment