શું તમે હંમેશા ઈચ્છતા હતા કે JEE કે NEET જેવી મોટી પરીક્ષા તમારી મનપસંદ સિટીમાં આપો? તો હવે તૈયાર રહો — National Testing Agency (NTA) એ 2026થી એક મોટો ફેરફાર કર્યો છે. હવે વિદ્યાર્થીઓને પોતાની મનપસંદ exam city પસંદ કરવાની છૂટ નહીં મળે, કારણ કે પરીક્ષા કેન્દ્ર હવે તમારા આધાર કાર્ડમાં આપેલા સરનામા મુજબ જ મળશે. Nta exam city rule change 2026
શું બદલાવ આવ્યો છે JEE Main, NEET અને CUET 2026 માટે?
હાલ સુધી વિદ્યાર્થીઓને ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ચાર મનપસંદ પરીક્ષા સિટી પસંદ કરવાની છૂટ હતી.
પરંતુ શૈક્ષણિક વર્ષ 2026–27થી, NTAએ સ્પષ્ટ જણાવ્યું છે કે —
હવે પરીક્ષા કેન્દ્ર માત્ર તમારા આધાર કાર્ડમાં આપેલા કાયમી કે હાલના સરનામા પર જ આપવામાં આવશે.
અટલે જો તમારું આધાર કાર્ડ કહે છે કે તમારું ઘર અમદાવાદમાં છે, તો તમે દિલ્હી કે કોટા જેવી સિટી પસંદ કરી શકશો નહીં, ભલે તમે ત્યાં કોચિંગ લેતા હો.
NTAએ આ બદલાવ શા માટે કર્યો?
NTA મુજબ આ પગલું પારદર્શિતા અને ન્યાયિકતા વધારવા માટે લેવામાં આવ્યું છે. અગાઉ ઘણા વિદ્યાર્થીઓ ખોટા સરનામાથી ફોર્મ ભરતી વખતે અન્ય શહેરના સેન્ટર મેળવતા હતા.
- હવે આધાર આધારિત સિસ્ટમથી NTA નીચેની વિગતો ચકાસી શકશે:
- નામ, જન્મતારીખ અને વાલીનું નામ — 10મા ધોરણના સર્ટિફિકેટ મુજબ
- કાયમી અને હાલના સરનામા વચ્ચેનું મેળ
- કેટેગરી સર્ટિફિકેટ (SC, ST, OBC, EWS, PwD) આધારની માહિતી સાથે મેળ ખાય છે કે નહીં
NTAએ શું કહ્યું છે?
NTAએ સ્પષ્ટ જણાવ્યું છે કે 2026થી શરૂ થતા તમામ મુખ્ય પ્રવેશ પરીક્ષા — JEE Main, NEET UG, CUET UG અને PG — માટે આધાર આધારિત સેન્ટર એલોટમેન્ટ સિસ્ટમ લાગુ રહેશે.
અટલે હવે તમારું પરીક્ષા કેન્દ્ર એ શહેરમાં જ મળશે જ્યાં તમે સત્તાવાર રીતે રહો છો, નહીં કે જ્યાં તમે કોચિંગ કરો છો કે ઈચ્છો છો.