દરેક યુવાનના મનમાં એક સપનું હોય છે — દેશ માટે કંઈક મોટું કરવાનું, યુનિફોર્મ પહેરવાનું અને પરિવારને ગૌરવ અપાવવાનું. જો તમે પણ એવા જ ઈરાદા સાથે આગળ વધવા માંગો છો, તો BSF Constable GD ભરતી 2025 તમારા માટે એક અદભૂત તક છે. BSF Recruitment 2025 Online apply date
બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) એ 391 Constable (General Duty) જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે, અને તેમાં અરજી કરવાની પ્રક્રિયા હવે શરૂ થઈ ગઈ છે. આ ભરતી ખાસ કરીને સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ કરવામાં આવી રહી છે, એટલે કે જો તમે રમતગમતમાં સારું પ્રદર્શન કર્યું છે, તો આ તમારી જીતવાની તક છે.
BSF Constable GD ભરતી 2025 – મુખ્ય વિગતો
- વિભાગનું નામ: બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)
- પોસ્ટનું નામ: Constable (General Duty) – સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ
- કુલ જગ્યાઓ: 391
- લાયકાત: 10 પાસ
- ઉંમર મર્યાદા: 18 થી 23 વર્ષ
- અરજી પ્રક્રિયા: ઓનલાઇન
- વેતન: લેવલ – 3 મુજબ ₹21,700 થી ₹69,100 પ્રતિ મહિનો
- અરજીની શરૂઆત: 16 ઑક્ટોબર 2025
- અંતિમ તારીખ: 04 નવેમ્બર 2025
BSF Constable GD ભરતી 2025 – એક નજરમાં
BSF વિભાગે 16 ઑક્ટોબર 2025થી ઑનલાઈન અરજી શરૂ કરી છે, અને છેલ્લી તારીખ 04 નવેમ્બર 2025 નક્કી કરવામાં આવી છે. ઉમેદવારોને સત્તાવાર વેબસાઇટ bsf.gov.in પર જઈને અરજી કરવાની રહેશે.
પસંદગી પામેલા ઉમેદવારોને લેવલ-3 પગાર ધોરણ મુજબ ₹21,700 થી ₹69,100 સુધીનું વેતન મળશે, જે એક સરકારી સુરક્ષિત નોકરી માટે સારું પેકેજ ગણાય.
લાયકાત – કોણ કરી શકે અરજી?
જો તમે 10 પાસ છો અને સ્પોર્ટ્સમાં પ્રતિભા ધરાવો છો, તો તમે આ ભરતી માટે લાયક છો. ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જોઈએ અને તેની ઉંમર 18 થી 23 વર્ષ વચ્ચે હોવી જોઈએ. રિઝર્વ કેટેગરી માટે સરકારની છૂટછાટ લાગુ પડશે.
આ ભરતીમાં મહિલા અને પુરુષ બંને ઉમેદવારોને તક આપવામાં આવશે. સૌથી ખાસ વાત એ છે કે આ ભરતીમાં કોઈ લખિત પરીક્ષા નહીં, પરંતુ તમારી શારીરિક ક્ષમતા અને દસ્તાવેજો પર આધારિત પસંદગી કરવામાં આવશે.
શારીરિક માપદંડ (PST) માટેની જરૂરિયાત
પુરુષ ઉમેદવાર માટે લંબાઈ 170 સેમી અને છાતી 80–85 સેમી (ન્યૂનતમ 5 સેમી ફેલાવો) હોવી જોઈએ.
મહિલા ઉમેદવાર માટે લંબાઈ 157 સેમી રાખવામાં આવી છે.
વજન ઉંમર અને હાઇટ મુજબ માન્ય ગણાશે.
અરજી ફી અને પગારની માહિતી
આ ભરતી માટે General અને OBC ઉમેદવારોને ₹159 ફી ભરવી પડશે, જ્યારે SC/ST અને મહિલા ઉમેદવાર માટે કોઈ ફી નહીં હોય.
પગારની વાત કરીએ તો, BSF Constable GD પગાર ₹21,700 થી ₹69,100 પ્રતિ મહિનો સુધી હશે, જે સાથે ભથ્થાં અને અન્ય સુવિધાઓ પણ મળશે.
સરકારની આ નોકરીમાં માત્ર વેતન જ નહીં, પણ પેન્શન, મેડિકલ સુવિધા, અને સ્થિર ભવિષ્ય જેવી ઘણી બધી સુવિધાઓ પણ મળશે.
ઓનલાઈન અરજી કરવાની રીત
અરજી પ્રક્રિયા સરળ છે — કોઈ મધ્યસ્થીની જરૂર નહીં. ફક્ત નીચેના પગલાં અનુસરો:
સૌ પ્રથમ, BSF ની સત્તાવાર વેબસાઇટ bsf.gov.in ખોલો.
ત્યાં “Recruitment” વિભાગમાં જઈને “Constable GD Vacancy 2025” લિંક પર ક્લિક કરો.
હવે “Apply Now” પસંદ કરો.
જો તમે નવા ઉમેદવાર છો, તો “New User? Register Now” પસંદ કરીને તમારું રજીસ્ટ્રેશન કરો.
રજીસ્ટ્રેશન પછી તમને લોગિન ડીટેઈલ્સ મળશે, જેનાથી તમે ફરી લોગિન કરી શકશો.
અરજી ફોર્મમાં તમારી વ્યક્તિગત માહિતી, શૈક્ષણિક માહિતી અને રમતગમત સંબંધિત વિગતો ભરો.
દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરો અને ઓનલાઈન ફી ભરવા માટે “Pay Now” પર ક્લિક કરો.
અંતે “Submit” બટન દબાવો અને અરજી સ્લિપનો પ્રિન્ટ કાઢી રાખો.
પસંદગી પ્રક્રિયા (Selection Process)
BSF ભરતીમાં પસંદગી ત્રણ તબક્કામાં થશે:
સૌ પ્રથમ દસ્તાવેજ ચકાસણી, પછી શારીરિક પરીક્ષણ (PST) અને છેલ્લે મેડિકલ ટેસ્ટ.
લખિત પરીક્ષા નથી, એટલે ફિટનેસ અને ડોક્યુમેન્ટ જ તમારું ભવિષ્ય નક્કી કરશે.
અગત્યની લિંક્સ
| ભરતી નોટિફિકેશન PDF લિંક: | Click Here |
| વેબસાઇટ: | Click Here |
| ઓનલાઈન ફોર્મ ભરવા માટેની સીધી લિંક: | Click Here |