શું તમને ખબર છે કે તમારો આધાર કાર્ડ આજે તમારા જીવનનો સૌથી અગત્યનો દસ્તાવેજ બની ગયો છે? બેંક એકાઉન્ટ ખોલવું હોય, સરકારી યોજના મેળવવી હોય, ગેસ સબસિડી લેવી હોય કે પછી પેન્શન – દરેક જગ્યાએ આધાર કાર્ડ જરૂરી છે. પણ એક સવાલ છે – જો તમારું આધાર કાર્ડ દસ વર્ષથી જૂનું છે તો શું તમે એને અપડેટ કરાવ્યું છે? Aadhar Card New Online
ઘણા લોકો પાસે 10 વર્ષથી જૂનો આધાર કાર્ડ છે, જેમાં નામ, જન્મ તારીખ, સરનામું કે મોબાઈલ નંબર ખોટો હોઈ શકે છે. આવી સ્થિતિમાં ભવિષ્યમાં નાની ભૂલ મોટો મુશ્કેલી ઉભી કરી શકે છે. એ જ કારણે સરકારે 2025થી નવો નિયમ લાવ્યો છે.
નવા નિયમ મુજબ શું ફરજિયાત છે?
ભારતના 134 કરોડથી વધુ લોકો પાસે આધાર કાર્ડ છે. હવે ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે સ્પષ્ટ કરી દીધું છે કે જો તમારો આધાર કાર્ડ 10 વર્ષથી જૂનો છે તો એને અપડેટ કરાવવું જરૂરી છે.
સરકાર ઈચ્છે છે કે દરેક નાગરિકની ઓળખ એકદમ તાજી અને સાચી રહે. નામ, સરનામું, જન્મતારીખ કે મોબાઈલ નંબર ખોટો હોય તો સરકારી યોજના, પેન્શન કે બેંકિંગ કામ અટકી શકે છે.
આધાર કાર્ડ ઓનલાઇન કેવી રીતે અપડેટ કરશો?
- સૌપ્રથમ UIDAIની સત્તાવાર વેબસાઈટ myaadhaar.uidai.gov.in પર જાવ.
- “Update Aadhar Online” પર ક્લિક કરો.
- તમારો રજીસ્ટર થયેલો મોબાઈલ નંબર નાખો અને OTP દાખલ કરો.
- હવે તમારું આધાર કાર્ડ ખુલી જશે, જ્યાં નામ, સરનામું, જન્મ તારીખ, મોબાઈલ નંબર કે ફોટો અપડેટ કરી શકો છો.
- જરૂરી ફેરફાર કર્યા પછી અરજી સબમિટ કરો અને નક્કી કરેલ ફી ભરો.
કેટલું ચાર્જ લાગશે?
- UIDAIએ અપડેટ માટે નક્કી કરેલી ફી જાહેર કરી છે.
- નામ કે સરનામાંમાં ફેરફાર માટે 50 રૂપિયા.
- બાયોમેટ્રિક અપડેટ (ફોટો, ફિંગરપ્રિન્ટ, આંખની સ્કેન) માટે 100 રૂપિયા.
- જો તમે સમયસર આધાર કાર્ડ અપડેટ નહીં કરો તો ભવિષ્યમાં 1500 રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે.
કેમ જરૂરી છે આધાર કાર્ડ અપડેટ કરાવવું?
આધાર કાર્ડ માત્ર ઓળખ જ નથી, પણ તમારી હકદારિયું પણ છે. કલ્પના કરો કે તમારું સરનામું ખોટું છે અને પેન્શનની રકમ ત્યાં પહોંચતી જ નથી. કે પછી બેંકમાં તમારું નામ મેલ નથી ખાતું, એટલે ખાતું ખોલવામાં મુશ્કેલી પડે છે. આ નાની નાની ભૂલોના કારણે સરકારી યોજનાનો લાભ અટકી શકે છે.
આથી જો તમારો આધાર કાર્ડ દસ વર્ષથી જૂનો છે તો એને એકવાર અપડેટ કરાવવું જ જોઈએ. આજ નહીં તો કાલે એ તમારું જીવન સરળ બનાવશે.