ઘણા લોકો પાસે ટેલેન્ટ હોય છે, કામ કરવાની તાકાત હોય છે, પણ શરૂઆત કરવા માટે જરૂરી મૂડી હાથમાં ન હોવાને કારણે સપના અધૂરા રહી જાય છે. BOB Mudra Loan news જો તમારી સાથે પણ આવું થયું હોય, તો હવે ચિંતા છોડો. BOB Mudra Loan સરકાર તરફથી એક એવું હથિયાર છે, જે તમને 50,000થી લઈને 10 લાખ રૂપિયા સુધીનું સહેલું લોન આપે છે તે પણ ઓછી પ્રક્રિયા અને સરળ શરતો સાથે.
શિશુ
₹50,000 સુધીનું લોન.નવા વ્યવસાય માટે ખૂબ જ યોગ્ય.
કિશોર
₹50,000 થી ₹5 લાખ સુધીનું લોન. તેમને મળે છે જેઓ પોતાનો ધંધો આગળ વધારવા માંગે છે.
તરુણ
₹5 લાખ થી ₹10 લાખ સુધીનું લોન. જે લોકોનો વ્યવસાય થોડો મોટો છે અને તેને વધુ વિસ્તૃત કરવા માગે છે, તેમના માટે.
BOB Mudra Loan ની ખાસિયતો
જો તમારું એકાઉન્ટ બેંક ઓફ બરોડામાં છે, તો આ યોજના તમારા માટે સોનેરી તક બની શકે છે.
- 6 મહિનાથી વધુ જૂનું સેવિંગ્સ અથવા કરંટ એકાઉન્ટ જરૂરી
- ₹50,000 સુધીનું લોન માત્ર 5 મિનિટમાં ઓનલાઈન મંજૂર
- મહત્તમ ચુકવણી સમય 5 વર્ષ
- મોટી રકમ માટે થોડા ડોક્યુમેન્ટ્સની જરૂર
અરજી માટે જરૂરી દસ્તાવેજો
- એકાઉન્ટ ડિટેઈલ્સ
- વ્યવસાયનું પ્રમાણપત્ર
- આધાર કાર્ડ (બેંક સાથે લિંક કરેલું હોવું જોઈએ)
- GST નંબર અને બિઝનેસ રજીસ્ટ્રેશન ડોક્યુમેન્ટ્સ (જરૂર મુજબ)
- કાસ્ટ સર્ટિફિકેટ (જો લાગુ પડે તો)
ઓનલાઈન અરજી કરવાની સરળ રીત
ઘરે બેઠા જ તમે BOB Mudra Loan માટે ઓનલાઈન અરજી કરી શકો છો:
- ગૂગલમાં BOB e-Mudra Loan સર્ચ કરો
- બેંક ઓફ બરોડાની ઓફિશિયલ સાઇટ ખોલો
- “Apply Now” બટન પર ક્લિક કરો
- JanSamarth પોર્ટલ પર જઈ e-KYC પૂર્ણ કરો
- OTP વડે e-Sign કરો
- થોડા મિનિટમાં SMS આવશે અને લોનની રકમ તમારા એકાઉન્ટમાં આવી જશે