ભારતમાં બેન્કની નોકરી મેળવવાનું સપનું ઘણા યુવાનો જુએ છે. આવી જ તક હવે કેનરા બેન્ક લઈને આવી છે. વર્ષ 2025-26 માટે બેન્ક દ્વારા એપ્રેન્ટિસ ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા દ્વારા કુલ 3500 જગ્યાઓ પર ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. જો તમે લાંબા સમયથી સરકારી નોકરી કે ખાસ કરીને બેન્કની નોકરી મેળવવા ઈચ્છતા હો તો આ એક સોનેરી તક બની શકે છે. Canara Bank bharti 2025
કેમ છે આ ભરતી ખાસ?
આજકાલ સરકારી બેંકમાં નોકરી કરવી દરેક યુવાનનો સપનો હોય છે. સુરક્ષા, સ્ટેબિલિટી અને ભવિષ્યની ગેરંટી – આ બધું એક સાથે મળે છે.
કેનરા બેંકની આ ભરતીની ખાસિયતો:
- કુલ જગ્યાઓ: 3500
- પદનું નામ: એપ્રેન્ટિસ (Apprentice)
- લાયકાત: ગ્રેજ્યુએટ પાસ ઉમેદવારો
- અરજી કરવાની ઓફિશિયલ વેબસાઇટ: www.canarabank.bank.in
Canara Bank bharti 2025 અરજી કરવાની મહત્વની તારીખો
કેનરા બેન્કે ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
- અરજી શરૂ થવાની તારીખ : 23 સપ્ટેમ્બર 2025
- અરજી કરવાની છેલ્લી તારીખ : 12 ઑક્ટોબર 2025
- અરજીમાં સુધારા કરવાની છેલ્લી તારીખ : 12 ઑક્ટોબર 2025
- એપ્લિકેશન પ્રિન્ટ કરવાની છેલ્લી તારીખ : 27 ઑક્ટોબર 2025
- ફી ભરવાની છેલ્લી તારીખ : 23 સપ્ટેમ્બરથી 12 ઑક્ટોબર 2025
Canara Bank bharti 2025 લાયકાત અને શૈક્ષણિક યોગ્યતા
- અરજી કરવા માટે ઉમેદવાર પાસે માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી આવશ્યક છે.
- ઉમેદવારની વય 01 સપ્ટેમ્બર 2025ની સ્થિતિએ 20 વર્ષથી ઓછી નહીં અને 28 વર્ષથી વધુ નહીં હોવી જોઈએ.
- અનામત વર્ગના ઉમેદવારોને ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.
Canara Bank bharti 2025 સ્ટાઇપેન્ડ
કેનરા બેન્કમાં પસંદ થયેલા દરેક એપ્રેન્ટિસ ઉમેદવારને દર મહિને 15,000 રૂપિયા સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. આ વિદ્યાર્થીઓ અને યુવાનો માટે પોતાની કારકિર્દી શરૂ કરવાનો ઉત્તમ માર્ગ બની શકે છે.
કેનેરા બેંક એપ્રેન્ટીસ ભરતી 2025 ફી
- SC/ST/PwBD ઉમેદવારો : કોઇ ફી નહીં
- GEN/OBC/EWS ઉમેદવારો : 600 રૂપિયા
Canara Bank bharti 2025 કેવી રીતે કરશો અરજી ?
કેનરા બેન્કમાં એપ્રેન્ટિસ ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે.
સૌપ્રથમ www.canarabank.bank.in પર જાઓ.
- હોમ પેજ પર આપેલ Career વિભાગ પર ક્લિક કરો.
- ત્યાં ઉપલબ્ધ ભરતી લિંક ખોલો.
- હવે New Registration પર ક્લિક કરીને તમારી તમામ માહિતી ભરો.
- જરૂરી દસ્તાવેજો અપલોડ કરો અને અરજી ફી ભરો.
- ફોર્મ સબમિટ કર્યા પછી તેનો પ્રિન્ટ આઉટ કાઢી લો.
IMPORTANT LINKS | |
Apply Online | Click Here |
Download Notification | Click Here |
Official Website | Click Here |