ક્યારેય વિચાર્યું છે કે એક રાતમાં જ હવામાન બધું બદલી નાખે? ઘરેથી બહાર નીકળવાની હિંમત ન થાય, સમુદ્ર પર માછીમારો માટે જીવ જોખમ બની જાય અને કાંઠે રહેતા લોકો આખી રાત આંખ મીંચી ન શકે. હાલમાં આવો જ સમય છે, કારણ કે અરબ સાગર ઉપર બનેલું ડીપ ડિપ્રેશન હવે ચક્રવાત “શક્તિ”માં ફેરવાઈ રહ્યું છે. Cyclone shakti news
હાલ ક્યાં છે ચક્રવાત શક્તિ? Cyclone shakti news
ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, 4 ઓક્ટોબર સવારે 5:30 વાગ્યે આ સિસ્ટમ દ્વારકાથી 240 કિમી પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમ અને પોરબંદરથી 270 કિમી પશ્ચિમમાં હતી.
- હાલ પવનની ઝડપ 62–88 કિમી પ્રતિ કલાક છે
- આગામી 24 કલાકમાં તે ગંભીર ચક્રવાતી તોફાન (89–117 કિમી પ્રતિ કલાક) બની શકે છે
- તેનો મુખ્ય ટ્રેક અરબ સાગરના ખુલ્લા ભાગમાં પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ તરફ છે
સારા સમાચાર એ છે કે તોફાનનો લેન્ડફોલ ભારતમાં થવાની શક્યતા ઓછી છે. પણ સમુદ્રમાં ઉંચી લહેરો અને કાંઠે જોરદાર પવનથી અસર થશે.
સૌથી વધુ જોખમ કોને છે?
IMD અને સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ મુજબ, 3થી 6 ઓક્ટોબર સુધી નીચેના વિસ્તારોમાં જોખમ વધારે છે:
- માછીમારો : ઉત્તર-પૂર્વ અને ઉત્તર-પશ્ચિમ અરબ સાગરમાં ન જવા ચેતવણી
- ગુજરાત કાંઠો : પવનની ઝડપ 65 કિમી/કલાક સુધી જઈ શકે છે
- ઉત્તર-પશ્ચિમ અરબ સાગર : 125 કિમી/કલાક સુધી પવન ફૂંકાઈ શકે છે
- કાંઠાના જિલ્લાઓ : પૂરની સ્થિતિ, ઝાડ પડવું અને અવરજવર ખોરવાઈ શકે છે
Important Links
- Windy App : Click Here
- Live Cyclone Update : Click Here